Results for दिन विशेष

અષાઢી બીજ કચ્છ નો ઈતિહાસ Ashadhi bij kutch new year

July 15, 2018
લાખો ફુલાણી રોજ ૨૦ તોલા સોનું દાનમાં આપતો.વિક્રમ સવંત ૮૯૯ થી ૯૩૬ વચ્ચેની વાત છે. ભરમધ્યાહ્નના સમયે કચ્છના જંગલમાં વિકીયો સંઘાર અને કુડધર રબારી નામના બે મિત્રો આથો ચારી રહ્યા હતા. એ સમયે, સઘળા શાંત વાતાવરણમાં થોડે દુર આવેલા મહાદેવના શિવાલયમાંથી આક્રંદભર્યો રુદનનો અવાજ સંભળાયો. અવાજની દિશા તરફ જતા બને જણાએ રૂપરૂપના અંબારસમી, સ્વર્ગની અપ્સરા જેવી, મૃત્યુલોકની સ્ત્રી જેવું અલૌકિક સ્વરૂપ ધારણ કરેલી નવયૌવના જોઈ. એ યુવતીનું નામ સોનલ હતું.

એવી લોકવાયકા છે કે, એ બને મિત્રોએ યુવતીને પૂછી જોયું તો જણાયું કે એ ઇન્દ્રના દરબારમાં શાપિત થવાથી મૃત્યુલોકમાં આવી છે. અને એટલે જ અથાગ સ્વરૂપ, રૂપ જેટલું જ બળ, ગુણોનો ભંડાર હતી એ કન્યારત્ન! એ સોનલને કુડધર રબારીએ પાલક પુત્રી તરીકે રાખી.

જો આ લોકવાયકાને સાચી ન માનીએ તો, કચ્છના એક વખતના પોલીટીકલ એજન્ટ કર્નલ એબડનું કથન છે કે એ અત્યંત રૂપાળી યુવતી યુરોપીયન મૂળની હતી. હવે, સોનલ પિતાની આથનું સઘળું કામકાજ કરવા લાગી. એક જગ્યાએ સ્થિર ન રહેતી રબારી પ્રજાની આથ એક ગામથી બીજે ગામ ઘેટાં-બકરા,ઊંટ, ભેંસ, દુધના મટકા લઇ વિચર્યા કરે. એ રીતે આગળ ચાલતા એક દિવસ સોનલ દુધના મટકા અને ભેંસોને દોરતી ‘બોલાડીગઢ’ના રાજમહાલય પાસેથી પસાર થઇ રહી હતી. એ સમયે રસ્તાની બને બાજુ લોકોની ભીડ જામેલી હતી. વચ્ચે બે મજબૂત બાંધાના પાડા ઘમસાણ મચાવી રહ્યા હતા. પાડાની વચ્ચે જવાની કોઈની હિમ્મત ન હતી, લોકોએ ડરના માર્યા ઉભા રહી આવજાનો રસ્તો તદ્દન બંધ કરી નાખ્યો હતો. સોનલે આ દ્રશ્ય જોયું. એ નિર્ભયપણે આગળ આવી, દુધના મટકા શિર પર જ રાખી, ભેંસોના દોરડા પોતાના પગ નીચે દબાવી બને પાડાઓને એકેક થપાટ લગાવી. તે બનેનો સઘળો મદ તે ક્ષણે જ ઉતરી ગયો. મદમસ્ત પાડા ગરીબ ગાય જેવા બની પોતપોતાના રસ્તે પડી ગયા. સોનલ આડું અવળું ક્યાંય જોયા વગર પોતાના માર્ગે ચાલવા લાગી. લોકો કુતુહલવશ અટલી નીડર, સ્વરૂપવાન યુવતીને જોતા જ રહી ગયા. એ સમયે રાજમહાલયના ઝરૂખામાંથી ‘બોલાડીગઢ’નો પ્રતાપી અને પરાક્રમી રાજા આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. એ જ ક્ષણે રાજાને વિચાર આવ્યો કે અટલી સામર્થ્યવાન, અતુલ સૌન્દર્યવતી અને શક્તિશાળી સ્ત્રીને પેટે કુમારનો જન્મ થાય તે પુત્ર કેટલો પરાક્રમી, સુંદર અને વીરપુરુષ બને!

ઈ.સ. ૮૪૩માં કંથકોટનો કિલ્લો ચણાઈ ગયો હતો. જામ સાડ નામના રાજાએ કિલ્લો અને મોડકૂવો ચણાવી પોતાનું મુલ્લક આબાદ કરવા મચી પડ્યો. જામ સાડની ચડતી જોઇને તેનો સાળો, ધરણ વાઘેલા ઇર્ષાની આગમાં શેકાવા લાગ્યો. તેનું રાજ્ય પચાવી પાડવા એક દિવસ સાડને મિજબાનીમાં બોલાવી, દગાથી મારી નાખ્યો. ત્યારે વિક્રમ સવંત હતી ૮૯૯. જામ સાડના મૃત્યુ સમયે તેનો પુત્ર ફૂલકુમાર હજુ બાળક હતો. હવે, ધરણ વાઘેલાએ ફૂલકુમારને મારવાનો નિશ્ચય કર્યો. ત્યારે ફારક નામની દાસી તેને લઈ, સિંધ તરફ ભાગી નીકળી. ધરણ વાઘેલા પાછળ જ હતો. દાસીએ પોતાના પુત્ર અને રાજકુમારના વસ્ત્રોની અદલાબદલી કરી. ધરણ વાઘેલાએ દાસીના પુત્રને ફૂલકુમાર સમજી મારી નાખ્યો. ફારક દાસી નિમકહલાલી નિભાવી તેને બાંભણાસરમાં દુલારા પાદશાહના રાજ્યમાં લઇ આવી. ત્યાં તે મોટો થયો. દાસીએ રાજાને બધી સાચી વાત કરી. દાસીની સ્વામીભક્તિથી ખુશ થઈને પાદશાહે પોતાની પુત્રીના લગ્ન ફૂલકુમાર સાથે કરાવ્યા. થોડા વર્ષ પછી પોતાના પિતાનું વેર વાળવા, મામાનું વધ કરવા ફૂલકુમાર કચ્છ આવવા નીકળ્યો.

કચ્છમાં આવી મામા ધરણ વાઘેલાને ફાંસીએ ચડાવી મારી નાખ્યો. કચ્છ-બનીમાં એક ડુંગર પર સારું સ્થાન જોઈ ત્યાં પિતાની જેમ જ કિલ્લો ચણાવાનું શરુ કર્યું. નામ રાખ્યું ‘બોલાડીગઢ’. કિલ્લો તૈયાર થયો, વિકસ્યો. થોડા વર્ષો બાદ એક દિવસ રાજમહાલયના ઝરૂખામાંથી રાજા જામ ફૂલની દ્રષ્ટિ પાડાને થપાટ મારતી અત્યંત સ્વરૂપવાન યુવતી પર પડે છે. એ યુવતી એટલે સોનલ !

રાજા જામ ફૂલ અને સોનલના લગ્ન થયા. રબારીની અપ્સરા જેવી દીકરી રાણી થઇ! જામ ફૂલને અન્ય ચાર રાણીઓ હતી. જામ ફૂલ અને સોનલને પુત્ર લાખો જન્મ્યો. અત્યંત સ્વરૂપવાન અને નીડર સોનલ અને લાખો રાજાના ખુબ જ માનીતા થઇ ગયા હતા. આથી અન્ય રાણીઓની ઈર્ષા અને અદેખાઈ દિવસે ને દિવસે વધવા લાગી. વર્ષો વીતવા લાગ્યા, લાખો મોટો થતો ગયો.

વસંતઋતુના સમયે રંગમહાલયમાં વસંતનો ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો. સૌ એકમેક પર કેસુડાના લાલ રંગની પિચકારીઓ છોડી રહ્યા હતા. લાખાકુમાર પોતાની ભાભીઓ સાથે રંગે રમી રહ્યો હતો. રંગ ઉડાડતા-ઉડાડતા પોતાની ઓરમાન માતા સોઢી રાણી પાસે પંહોચી, રંગ નાખી બેઠો. રાણી ગુસ્સે થઇ. સાવકો દીકરો માતા પર રંગ નાખી જ કઈ રીતે શકે? લાખાએ પગમાં પડીને માફી માંગી. સોઢી રાણી ક્રોધાયમાન થઇ જામ ફૂલને ફરિયાદ કરી. માતાની સાથે હોળી ખેલવાની મર્યાદા લાખાએ ઓળંગી છે એ જાણીને જામ ઉશ્કેરાઈ ગયો. લાખાનો એક પણ શબ્દ સાંભળ્યા વગર, પોતાની સૌથી વહાલી રાણીના કુંવરને આવેશમાં આવી તે બોલી ઉઠ્યો “જા! તને હું દેશવટો આપું છુ. નીકળી જા મારા દેશમાંથી.” લાખાનું અંતર ઉકળી ઉઠ્યું. તિરસ્કૃત થયેલો લાખો ત્યારના રીવાજ મુજબ કાળા ઘોડા પર કાળા લૂગડાં પહેરીને સીમા બહાર નીકળી ગયો.

લાખો ફરતો-ફરતો સામંતસિંહ ચાવડાના અણહિલપુર પાટણ પહોંચ્યો. એ સમયે ત્યાં રાજખટપટથી ભારે અશાંતિ, તંગદીલી સર્જાઈ હતી. લાખાએ પોતાની કુનેહ અને કાર્યકુશળતાથી રાજ્યમાં શાંતિ, સમૃધી પાછા લાવ્યા. તેના જેવા મહાન પરાક્રમી અને પ્રતાપી વીરને અનાયાસે પોતાના રાજ્યે આવી પડેલો જોઈ સામંતસિંહે ઈશ્વરનો આભાર માન્યો. પોતાની પ્રસન્નતાની ભેટરૂપે લાખાને રાજ્યનો જમાઈ બનાવ્યો. જામ ફૂલ અને સોનલપુત્ર લાખો હવે જામ લાખા ફુલાણીના નામે ઓળખાવા લાગ્યો.

લાખાના કચ્છ છોડી ગયા પછી કચ્છમાં ઉપરા-છાપરી હોનારત સર્જાવા લાગી. જામ ફૂલની રાણી ધાણ વાઘેલીએ ખુદને પેટમાં કટારી મારી, મૃત્યુ પામી. ફૂલ જામ પોતે સ્વર્ગવાસી થયા. વરસાદ તો લાખાની વિદાયથી જાણે રિસાયો જ હોય તેમ બિલકુલ બંધ જ થઇ ગયો. પશુપાલકો સિંધ અને કાઠીયાવાડ જવા લાગ્યા. બાકીના પશુઓ ટપોટપ મરવા લાગ્યા. ખેડૂતોની આવી દુર્દશા અગાઉ ક્યારેય થઇ નો’તી. આખા કચ્છમાં ભયંકર દુષ્કાળે ત્રાસ બોલાવ્યો. એક વખતનો ફૂલોફાલ્યો કચ્છડો બેહાલ સ્થિતિમાં આવી પડ્યો. આ સંજોગોમાં જામ ફૂલના અન્ય કુમારોમાં પ્રજાને રાહત આપવાની શક્તિ કે તેજ જ ન હતું.

હવે, કચ્છની પ્રજાને લાખો સાંભર્યો. લોકોને થયુ કે લાખોકુમાર પાછો ફરે તો જ કચ્છની હાલત સુધરે. કચ્છના આવા સમાચાર સાંભળી લાખાને આંચકો લાગ્યો. તરત જ તે સામંતસિંહ ચાવડાની રજા લઇ પોતાના પ્રિય વતન તરફ જવા નીકળી પડ્યો. લાખાના કચ્છમાં આવતા જ બારે મેઘ તૂટી પડ્યા. ચોમેર જળબંબાકાર થઇ ગયું. ધરતી લીલીછમ થઇ ગઈ. માલધારીઓની ઓથો ફરવા લાગી. કહેવાય છે કે એ અષાઢનો પહેલો દિવસ હતો. અને તેના બીજા દિવસે માલધારીઓએ મેઘના અવતારસમા લાખાને મુખી બનાવ્યો. તે દિવસથી કચ્છ એકસુત્રે બંધાયું હતું. એ દિવસ એટલે ‘આષાઢી બીજ’. આપણા-કચ્છીઓના નવા વર્ષ તરીકે ઓળખાય છે.

ત્યારથી આજ સુધી , અષાઢ સુદ બીજના દિવસે મેઘ અચૂક વરસસે એ ખાતરી સાથે કચ્છવાસીઓ ‘આષાઢી બીજ’ ધામધૂમથી ઉજવી રહ્યા છે. પ્રણય, બલિદાન અને સાહસકથાઓથી તરબતર કચ્છની ભૂમિ કચ્છનો ગરવો ઇતિહાસ આવી ઘણી બધી ઘટનાઓ-કથાઓ-ગાથાઓ-લોક, દંતકથાઓ, સંતો, ફકીરો, પીરો, ભક્તો, ચારણો, ગઢવી, ભાટ કેટકેટલાય મહાપુરુષો અને મહાનુભાવો ધરબીને બેઠો છે !

જય માતાજી
અષાઢી બીજ કચ્છ નો ઈતિહાસ Ashadhi bij kutch new year અષાઢી બીજ કચ્છ નો ઈતિહાસ Ashadhi bij kutch new year Reviewed by Gkonly.info on July 15, 2018 Rating: 5

શ્રી સ્વામીનારાયણ ભગવાનના પરમ ભક્ત - દાદા ખાચર

July 12, 2018
દાદા ખાચર ભગવાન શ્રીસ્વામિનારાયણના શ્રેષ્ઠ ભકત હતા. તેમણે અને તેમના કુટુંબે ભગવાન શ્રીસ્વામિનારાયણને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું હતું. આ દાદા ખાચર ગઢપુર તાલુકાના રાજા હતા. તેમને શ્રીસ્વામિનારાયણ સંપ્રદાયના સૌથી મોટા ભકતરાજ માનવામાં આવે છે.

શ્રી સ્વામી નારાયણ ભગવાનના પરમ ભક્ત - દાદા ખાચર
શ્રી સ્વામી નારાયણ ભગવાનના પરમ ભક્ત - દાદા ખાચર


તેમના ભકિતભાવને વશ થઇ ભગવાન ત્યાં સત્સંગનું કેન્દ્ર બનાવી ૨૮ વર્ષ રહ્યા હતા. તેમનો દરબાર ગઢ હજુ ગઢપુરમાં ઉપલબ્ધ છે. ત્યાં ભગવાન શ્રીસ્વામિનારાયણે મોટું મંદિર આ દાદા ખાચરના કહેવાથી બનાવેલ છે.આ દાદા ખાચર "અર્જુન"નો અવતાર કહેવાય છે. તેમના વંશજો હાલમાંય છે તે તેમની જેવા જ ખૂબ ભકિત ભાવવાળા છે.

દાદા ખાચરનાં ધર્મપત્ની કુમુદબાને કંઈ સંતાન ન હતું.


તેથી કુમુદબાની આગ્રહભરી આજીજીને લીધે મહારાજે દાદાને ફરી પરણવાનો વિચાર કર્યો. આ માટે મહારાજે પહેલા દાદાની સંમતિ મેળવી અને પછી ભટવાદરના દરબાર નાગપાલ વરુની દીકરી જસુબા સાથે તેમનું સગપણ કર્યું.

ઘણી આનાકાની પછી દાદાએ આ લગ્ન માટે મહારાજને એ શરતે સંમતિ આપી હતી કે જો આપ જાનમાં પધારો, મારો રથ ચલાવો તો જ હું લગ્ન કરવા જઈશ. સં. ૧૮૮૧નો વસંત પંચમીનો મહોત્સવ ગઢપુરમાં ધામધૂમથી ઊજવી મહારાજ ત્યાં આવેલા સર્વે સંત હરિભક્તોને દાદા ખાચરની જાનમાં લઈને મહા સુદ આઠમને દિવસે ભટવદર જવા માટે તૈયાર થયા.

મહારાજે સોનેરી મોતીડે મઢેલી પાઘ તથા કાનમાં મોતી જડિત સુંદર કુંડળ પહેર્યા હતાં. દાદા ખાચરને શણગારેલા રથમાં બેસાડી શ્રીજી સ્વયં એ રથ હાંકવા બેઠા . એ દિવ્ય દૃશ્યનું દર્શન કરવા પાર્ષદો પોતાના ઘોડા આગળ લાવ્યા. સંતો, હરિભક્તો પણ પોતાના વાહનોમાંથી ઊતરી દાદાના રથ પાસે આવી ગયા.

મહારાજે બળદની રાશ હાથમાં પકડી હતી. તેમના મુખારવિંદ ઉપર આજે અપાર આનંદ હતો. દાદાના સંસારના સારથિ‌ બની પ્રભુએ આજે પોતાનું ભક્ત વત્સલપણું વ્યક્ત કર્યું હતું.

ગઢડામાં એભલ ખાચરની જમીનના બે ભાગીદારો હતા. એક દાદા ખાચર અને બીજા જીવા ખાચર. બંને સહજાનંદ સ્વામીના પરમ ભક્તો. છતાં સ્વામીજીને દાદા ખાચર પ્રત્યે વધુ લાગણી હતી. જીવા ખાચરને ઘણી વાર થતું કે હું પણ દાદા ખાચર જેવી જ ભક્તિ કરું છું તો સ્વામીજી આવો ભેદ કેમ કરતા હશે ? એકવાર સ્વામીજી એ બંને સાથે ધર્મ વાર્તાલાપ કરતા હતા ત્યાં એકાએક વંટોળ આવ્યો.

તેઓ સત્સંગ કરતા હતા તેની સમીપમાં માર્ગ પર કોઇ સાધુ રસોઇ કરતો હતો પણ પવનને કારણે ચૂલાનો અગ્નિ વારંવાર ઓલવાઇ જતો અને ધુમાડો થતો. અગ્નિને ફૂંકી ફૂંકીને સાધુની આંખો લાલચોળ થઇ ગઇ હતી અને આંખમાંથી પાણી વહી જતું હતું. સહજાનંદ સ્વામીએ આ જોયું એટલે જીવા ખાચરને કહ્યું- 'તમે આ સાધુઓને માટે કોઇ ધર્મશાળા બનાવી આપોને?' જીવા ખાચરે કહ્યું 'આવા તો કેટલાય સાધુઓ-વૈરાગીઓ રસ્તા પર ફરતા રહેતા હોય છે.

એમને માટે ધર્મશાળા બનાવવા હું કંઇ નવરો નથી.એ પછી સહજાનંદ સ્વામીએ દાદા ખાચરને કહ્યું- 'તમને શું લાગે છે? તમારી આ સાધુઓને માટે ધર્મશાળા બનાવવાની ઇચ્છા ખરી?' દાદા ખાચરે તરત જવાબ આપ્યો- 'મહારાજ, એમાં ધર્મશાળા બંધાવવાની ક્યાં જરૂર છે?' સ્વામીજીએ પૂછયું- 'કેમ, જરૂર નથી ?' દાદા ખાચરે કહ્યું-'ધર્મશાળા બંધાવા જેટલો સમય વીતાવવાની ક્યાં જરૂર છે ?

હું મારું ઘર જ એમને આપી દઉં છું !'સહજાનંદ સ્વામીએ કહ્યું- 'તમારું ઘર આપી દેશો તો તમે ક્યાં રહેશો ?' દાદા ખાચરે કહ્યું- 'હું તમારા ભેગો રહીશ ! બટકું રોટલો તો મળી જ રહેશે !' સહજાનંદ સ્વામીએ જીવા ! ખાચર તરફ જોયું અને કહ્યું- 'જીવા ખાચર, હવે તમને સમજાયું ને કે હું દાદા ખાચર પ્રત્યે કેમ વધુ પ્રેમભાવ ધરાવું છું ?જીવા ખાચરે માથું નમાવીને કહ્યું- 'ખરું છે, મારા કરતાં દાદા ખાચરની ભક્તિ ચાર વેંત ઊંચી છે !'

સંવત ૧૮૮૬ જેઠ સુદ દશમ, મંગળવાર, દાદા ખાચરની અક્ષર ઓરડીમાં શ્રીજી મહારાજ સ્વધામ સિધાવી ગયાં. દાદા ખાચરથી આ વિયોગ ન ખમાયો. મૂર્છિત થઈ ગયા. ગોપાળાનંદ સ્વામીએ તેમને લક્ષ્‍મીવાડીની બેઠકે મોકલ્યા. દાદા ખાચર ત્યાં ગયાં.

શ્રી હરિ પણ ત્યાં હાજર હતા. તેમણે દાદા ખાચરને કહ્યું, હું તો ક્યાંય ગયો નથી. અને જવાનો પણ નથી. સત્સંગમાં અને ગોપીનાથજી દેવમાં હું અખંડ રહ્યો જ છું. મૂંઝવણ થાય ત્યારે ગોપીનાથજી મહારાજ પાસે જવું. આમ બોલીને શ્રી હરિએ દાદા ખાચરને તાજા ગુલાબનો હાર આપ્યો. ગુલાબની તાજગીએ તેમને શ્રી હરિના શરણમાં લીન કર્યા.
શ્રી સ્વામીનારાયણ ભગવાનના પરમ ભક્ત - દાદા ખાચર શ્રી સ્વામીનારાયણ ભગવાનના પરમ ભક્ત - દાદા ખાચર Reviewed by Gkonly.info on July 12, 2018 Rating: 5

Gujarati story - દરજી અને લુચ્ચો વેપારી ( ગુજરાતી વાર્તા )

July 08, 2018

Gujarati story ગુજરાતી વાર્તા


એક ગામમાં એક દરજી રહેતા હતાં, સ્વભાવે પુરા સંત, મનના એકદમ વૈરાગી, નહીં રાગ નહીં દ્વેષ, સાદાઇ અને સરળતાને પણ ધર્મ સમજનારા, સત્યના આગ્રહી, કુટુંબનુ ભરણ પોષણ કરવા માટે દરજી કામ કરતા,તે પણ એવી જ શ્રધ્ધાથી.

તેમણે એક છોકરાને પોતાની દુકાને કામ પર રાખેલો, ગામમાં એક મારવાડી વેપારી ઘણો ઠગ, જ્યારે પણ આ દરજી પાસે કપડા સીવડાવે ત્યારે જાણી જોઇને ખોટા આવીગયેલા સિક્કાઓ દરજીને પધરાવી દે, દરજી કાંઇ બોલે નહીં એટલે મારવાડી વેપારી સમજતો કે આ દરજીને ખોટા સિક્કાની કાંઇ સમજ પડતી લાગતી નથી. આ વાતનો તે અવારનવાર ગેરલાભ ઉઠાવે.
એક વાર દરજી ઘરે જમવા ગયા ત્યારે દુકાન પર પેલો છોકરો એકલો જ હતો. મારવાડી વેપારી દરજીની દુકાને સીવવા નાખેલા કપડા લેવા આવ્યો. રાબેતા મુજબ ભુલથી આવીગયેલા ખોટા સિક્કાઓ લઇને જ આવ્યો હતો. છોકરો ચાલાક હતો, તેને ગોતી ગોતીને ખોટા સિક્કા મારવાડીને પાછા આપ્યા અને કહ્યું – આ ખોટા સિક્કાઓ છે નહીં ચાલે, બદલીને બીજા આપો. મારવાડીએ કહ્યું -તું તો નોકર છે તને શું ખબર પડે, તારા શેઠ તો ક્યારેય ખોટા સિક્કા પાછા આપતા નથી, લઇલે છાનોમાનો. છોકરાએ કહ્યું -મારા શેઠ હોય ત્યારે આવજો જાવ.

દરજી દુકાન પર આવ્યા ત્યારે છોકરાએ મારવાડી વાળી આખી વાત કરી, અને કહ્યું -તે મને ઠગવા આવ્યો હતો, મે તેને ઘર ભેગો કરી દીધો. દરજીએ છોકરાને કહ્યું -બેટા લઇ લેવા જોઇતા હતાં. તે કેમ ન લીધા ? છોકરાએ કહ્યું -શેઠ શા માટે તમે ખોટા સિક્કા લઇ લો છો. પછી તમે તેનું શું કરો છો ?

દરજીએ કહ્યું -બેટા હું તે બધા સિક્કા જમીનમાં દાટી દઉં છું કારણ કે જો તે સિક્કાઓ ફરતા રહે તો કોણ જાણે કેટલાય લોકોને ઠગે, તેને ચુપ ચાપ ચલાવી દેવા માટે કેટલાય લોકોની નિયત ખરાબ થાય. સારા માણસો પણ આ દુશ્ચક્રમાં આવતા રહે, તેના કરતા આવા દુશ્ચક્રને જમીનમાં દાટીને જો ખતમ કરી શકતાં હોઇએ તો આપણું બગડી બગડીને કેટલું બગડે ? બેટા ઘણી ખરી વ્યવસ્થા આપણે જ સંભાળી લેવી પડે, બધું ઇશ્વર પર ન છોડાય .

-અજ્ઞાત
Gujarati story - દરજી અને લુચ્ચો વેપારી ( ગુજરાતી વાર્તા ) Gujarati story - દરજી અને લુચ્ચો વેપારી ( ગુજરાતી વાર્તા ) Reviewed by Gkonly.info on July 08, 2018 Rating: 5

Jesal jadeja and sati toral (કચ્છની ધરતીનો કાળો નાગ - જેસલ જાડેજા )

July 07, 2018
કચ્છની ધરતીનો કાળો નાગ - જેસલ જાડેજા

Jesal jadeja and sati toral કચ્છની ધરતીનો કાળો નાગ - જેસલ જાડેજા


જેસલ જાડેજાની આખા કચ્છમાં હાક હતી. લોકો તેના નામથી થરથર કાંપતા હતાં. કહેવાતું કે કચ્છની ધરતીનો કાળુડો નાગ એટલે જેસલ જાડેજા. પણ એકવાર ભાભીના કડવા વેણે આ જાડેજાના અભિમાનને તહસનહેસ કરી દીધો. જાડેજાને ભાભીએ કહેલા કડવા વેણ યાદ રહી ગયાં અને જે કહ્યું એ કરી બતાવવા માટે નિકળી પડ્યો.

અર્ધી રાત વીતી ગઈ હતી. ચારે તરફ સોંપો પડી ગયો હતો. છતા સૌરાષ્ટ્રના સંત સાસતિયા કાઠીને ત્યાં પાટની પૂજનવિધિ પ્રસંગે ભજનમંડળી જામેલી હતી અને જરાય મંદ પડી ન હતી. મંજીરા વાગતા હતા અને એક પછી બીજુ ભજન ચાલુ જ રહેતુ હતુ.
સાસતિયા કાઠી જાગીરદાર હતો અને તેની પાસે તોરી નામની એક પાણીદાર ઘોડી હતી. તોરી ધોડીની ખ્યાતિની વાતો કચ્છના બહાદુર બહારવટિયા જેસલ જાડેજાને કાને આવી. જેસલે આ જાતવંત ઘોડીને કોઈપણ રીતે પ્રાપ્ત કરી લેવાનો નિશ્ચય કર્યો. એટલા માટેજ લાગ જોઈને જેસલ જાડેજા સૌ ભજનમાં વ્યસ્ત હોય ત્યારે નજર ચૂકવીને તોરી ઘોડી ઉઠાવી જવા અહીં સોસતિયા કાઠીના ઠેકાણે આવી પહોંચ્યો હતો.

આવતા વેંતજ જેસલ કાઠીરાજની ઘોડારમાં પેસી ગયો. પાણીદાર તોરી ઘોડી જેસલને જોતાજ ચમકી અને ઉછળતી, કૂદતી લોખંડનો ખીલો જમીનમાંથી ઉખેડીને બહાર નીકળી ગઈ. ઘોડીને ભડકેલી જોઈને તેના રખેવાળે ઘોડીને પકડી, પટાવી અને પંપાળીને તેને ફરી બાંધી દેવાની કોશિશ કરી.ઘોડીના રખેવાળને ઘોડી સાથે જોઈને ઘોડી લૂંટવા આવેલો જેસલ જાડેજા ઘાંસના ઢગલા નીચે છુપાઈ ગયો. રખેવાળે ઘોડીના ખીલાને ફરીથી જમીનમાં ખોપી દીધો પરંતુ બન્યુ એવુ કે એ ખીલો ઘાસની અંદર પડી રહેલા જેસલ જાડેજાની હથેળીની આરપાર થઈને જમીન મહીં પેસી ગયો. તોરી ઘોડી લેવા આવેલા બહારવટિયા જેસલની હથેળી ખીલાથી વીંધાઈ ગઈ હતી અને પોતે પણ જમીન સાથે સખત રીતે જકડાઈ ગયો હતો. આમ છતા પોતે અહીં ચોરી કરવા આવ્યો હોવાથી તેના મોઢામાંથી એક સીસકારો સુદ્ધા ન નીકળ્યો અને મૂંગો જ પડ્યો રહ્યો.

આ તરફ પાટ પૂજન પૂરુ થતા સંત મંડળીનો કોટવાળ હાથમાં પ્રસાદનો થાળ લઈ પ્રસાદ વહેંચવા નીકળ્યો. પણ સૌને પ્રસાદ વહેંચાઈ જતા એક જણનો પ્રસાદ વધ્યો. કોના ભાગનો પ્રસાદ વધ્યો એની પછીતો શોધખોળ ચાલી.
એટલામાં ઘોડીએ ફરીથી નાચ-કૂદ શરૂ કરી દીધી. ઘોડીના રખેવાળને થયું કે ઘોડારમાં નક્કી કોઈ નવો માણસ હોવો જોઈએ. અંદર આવીને જોયું તો ખીલાથી વીંધાઈ ગયેલી હથેળીવાળા જેસલ જાડેજાને જોયો. લોહી નીતરતા હાથ જોઈને રખેવાળના મોઢામાંથી અરેરાટી નીકળી ગઈ. જેસલ ખીલો હાથમાંથી કાઢવાનો પ્રયત્ન કરતો હતો એ જોઈને ઘોડીના રખેવાળે તેને મદદ કરી. ખીલો કાઢ્યો અને કાઠીરાજ પાસે લઈ ગયો.

કાઠીરાજે હથેળી સોંસરવો ખીલો જતો રહ્યો હોવા છતા ઉંહકારો પણ ન કરવાની વીરતા બદલ જેસલ જાડેજાને બિરદાવ્યો અને નામ ઠામ પૂછ્યું. જેસલ જાડેજાએ કહ્યું કે હું કચ્છનો બહારવટિયો છું અને તમારી તોરીને લઈ જવા અહીં આવ્યો છું. કાઠીરાજે કહ્યું કે ‘તે એક તોરી રાણી માટે આટલી તકલીફ ઉઠાવી? ‘તો જા એ તારી’ એમ કહીને સાસતિયા કાઠીએ પોતાની તોરલને અર્પણ કરી દીધી. જેસલે કાઠીરાજની ગેરસમજ દૂર કરતા કહ્યું કે હું તો તમારી તોરી ધોડીની વાત કરતો હતો. એટલે સાસતિયા કાઠીએ કહ્યું કે એમ? તો ધોડી પણ તમારી. ખુશીથી લઈ જાઓ. જેસલ જાડેજાને આમ એક જ રાતમાં તોરી ધોડી અને તોરલ રાણી મળી ગઈ.

તોરલને સાથે લઈને જેસલ કચ્છ તરફ ચાલ્યો. રસ્તામાં બહાદુરી બતાવવા જેસલે ગાયોનું અપહરણ કર્યું. આ ગાયોને ધ્રોળ પાસે તરસ લાગી તો જમીનમાં ભાલો મારીને પાણી કાઢી પાણી પીવડાવ્યું. ધ્રોળ(જામનગર જિલ્લો) નજીક આજે પણ જેસલ-તોરલનું સ્થાનક છે જ્યાંથી આજે પણ પાણીનો અખંડ પ્રવાહ વહે છે એમ કહેવાય છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે દરિયા માર્ગ આવતો હોવાથી જેસલ તોરલ વહાણમાં બેઠા. બરાબર મધદરિયે એકાએક વાદળા ચડી આવ્યા. ભયંકર સૂસવાટા સાથે પવન ફૂંકાવા માંડ્યો. દરિયામાં તોફાન આવ્યુ. ડુંગર જેવા મોજા ઉછળવા લાગ્યા. વહાણ ડોલમડોલ થવા લાગ્યું. અચાનક પલટાયેલો માહોલ જોઈને જેસલને લાગ્યું કે વહાણ હમણાં ડૂબી જશે. અનેક મર્દોનું મર્દન કરનાર જેસલ આજે કાયરની માફક કાંપવા લાગ્યો. સામે તોરલ શાંત મૂર્તિ સમી બેઠી હતી. એના મુખ પર કોઈ ભય ન હતો પણ શાંત તેજસ્વિતા હતી. જેસલને આ જોઈને લાગ્યું કે મોતથી ન ગભરાતી આ નારી સિદ્ધિશાળી સતી છે. એનામા જેસલને દૈવીશક્તિ દેખાવા લાગી. જેસલનું સઘળું અભિમાન ઓગળી ગયું અને તે સતીના ચરણોમાં ઢળી પડ્યો. તેણે આ ઝંઝાવાતમાંથી બચવા માટે તોરલને વિનંતી કરવા માંડી. તોરલે જેસલને પોતે કરેલા પાપો જાહેર કરવાનું કીધું. ગરીબ ગાયની માફક જેસલ પોતાના પાપોનું પ્રકાશન કરવા લાગ્યો. એના અંતરની નિર્દયતા નષ્ટ થઈ ગઈ, અભિમાન ઓગળી ગયું અને બીજી તરફ સમુદ્રનું તોફાન શાંત થઈ ગયું. થોડા જ સમયમાં બહારવટિયા જેસલના જીવનમાં ધરમૂળનો પલટો આવી ગયો અને તેનો હદય પલટો થઈ ગયો.

જેસલને જ્યારે દરિયામાં મોત દેખાયું ત્યારે તેનું બધુ અભિમાન ઓગળી ગયું. મોતથી તે પારેવાની માફક ડરવા લાગ્યો અને તેની શૂરવીરતા પણ નાની પડવા લાગી. આ પછી તેને જે ફિલોસોફી લાધી એ જેસલ તોરલની કથાનો નિચોડ છે જે આપણે લઈ શકીએ છીએ આપણી જિંદગી ઉજાળવા માટે.

આજથી પાંચસો વર્ષ પહેલા કચ્છ કાઠિયાવાડમાં જેસલ જાડેજાની હાક વાગતી. જેસલ દેદા વંશનો ભયંકર બહારવટિયો હતો. કચ્છ-અંજાર એનું નિવાસસ્થાન હતું.અંજાર બહારના આંબલીયોના કિલ્લા જેવા ઝુંડથી એનું રક્ષણ થતુ હતુ. જેસલ રાઉ ચાંદાજીનો કુંવર હતો અને અંજાર તાલુકાનું કીડાણું ગામ એને ગરાસમાં મળ્યુ હતુ પણ ગરાસના હિસ્સામાં વાંધો પડતા એ બહારવટે ચડ્યો હતો. જેસલ બહારવટિયો સતી તોરલના સંગાથથી આગળ જતા જેસલપીરના નામે પ્રખ્યાત થયો.

એ સમયે હાલનું અંજાર સાત જુદા જુદા વાસમાં વહેંચાયેલુ હતુ. સાતે વાસ એ સમયે અજાડના વાસ તરીકે ઓળખાતા. અંજારમાં હાલ સોરઠિયા વાસને નામે ઓળખાતું ફળીઉં એ જૂના વખતનો મુખ્ય વાસ હતો. એનું તોરણ વિક્રમ સંવત ૧૦૬`માં કાઠી લોકોએ બાંધ્યુ હતુ. એ વાસનો ઝાંપો હાલ અંજારની બજારમાં મોહનરાયજીનું મંદિર છે ત્યાં હતો. અંજારની બહાર ઉત્તર તરફ આવેલા આંબલિયોના ઝુંડ એ વખતે અતિ ભયંકર અને એવા ખીચોખીચ હતા કે તેની અંદર સૂર્યનારાયણના કિરણો પણ ભાગ્યે જ પ્રવેશી શકતા. આ અતિ ગીચ વનનું નામ કજ્જલી વન રાખવામાં આવ્યું હતું. જેસલ જાડેજા આ વનમાં વસતો હતો. ચારે તરફ એના નામની ધાક પડતી. મારફાડ અને લૂંટફાટ એ એનો ધંધો હતો. એણે એટલા પાપ કર્યા હતા કે જેનો કોઈ પાર ન હતો. પરંતુ ઉપરના દરિયાના બનાવ પછી જેસલ સુધરી ગયો હતો અને ભક્તિમાં સમય ગુજારવા લાગ્યો હતો.

એક વખત જેસલની ગેરહાજરીમાં એમને ત્યાં એક સંતમંડળી આવી. ઘરમાં સંતોના સ્વાગત માટે પૂરતી સામગ્રી ન હોવાથી મૂંઝાયેલા સતી તોરલ સધીર નામના મોદી વેપારીની દુકાને ગયા. વેપારીની દાનત બગડી અને તોરલ પાસે પ્રેમની યાચના કરી. તોરલે માગણીનો સ્વીકાર કર્યો અને રાત્રે આવવાનું વચન આપી જોઈતી ચીજ વસ્તુઓ લઈ લીધી. સંત મંડળીનો ઉચિત સત્કાર કર્યો.
રાત પડતા ધોધમાર વરસાદ શરૂ થયો. સતી તોરલ વરસતા વરસાદે વચન પાલન કરવા સધીરને ત્યાં પહોંચી. સધીરે જોયું કે સતી તોરલના કપડા પર પાણીનું એક બુંદ સુદ્ધા ન હતું. આ ચમત્કાર જોઈને તેની સાન ઠેકાણે આવી અને સતીના પગે પડી ગયો. પશ્ચાતાપ કરતો એ વાણિયો સતીનો પરમ ભક્ત બની ગયો.

એ સમયે કચ્છમાં જેમ જેસલ અને તોરલ પવિત્ર વ્યક્તિ તરીકે જાણીતા હતા એમ મેવાડમાં રાવળ માલદેવ અને રાણી રૂપાંદેની ગણના થતી હતી. એકબીજાના દર્શન માટે આ બે જોડા તલસતા હોવાથી જેસલ જાડેજાએ રાવળ માલદેવ અને રાણી રૂપાંદેને કચ્છ આવવાનું નિમંત્રણ આપ્યું હતુ. આથી એ બંને અંજાર આવવા નીકળી ગયા હતા પરંતુ તેઓ અંજાર પહોંચે એના આગલે દિવસે જેસલે સમાધિ લઈ લીધી હતી. રાવળ માલદેવ અને રૂપાંરાણીને આવેલા જોઈને તોરલે જેસલને જગાડવા એકતારો હાથમાં લીધો. લોકકથા કહે છે કે પછી જેસલ ત્રણ દિવસની સમાધિમાંથી જાગ્યા અને સૌને મળ્યા. તોરણો બંધાયા, લગ્નમંડપ રચાયો. જેસલ તોરલ મૃત્યુને માંડવે ચોરી ફેરા ફર્યા. એક બીજાની સોડમાં બે સમાધિઓ તૈયાર કરાવીને ધરતીની ગોદમાં સમાઈ ગયા.

કચ્છમાં કહેવાય છે કે આ બે સમાધિઓ દરેક વર્ષે જરા જરા હટતી એકબીજાની નજીક આવતી જાય છે. *‘જેસલ હટે જવભર અને તોરલ હટે તલભર’* એવી લોક કહેવત અનુસાર આ સમાધિઓ એકબીજાથી તદ્દન નજીક આવશે ત્યાર પ્રલય જેવો કોઈ બનાવ બનશે.
Jesal jadeja and sati toral (કચ્છની ધરતીનો કાળો નાગ - જેસલ જાડેજા ) Jesal jadeja and sati toral (કચ્છની ધરતીનો કાળો નાગ - જેસલ જાડેજા ) Reviewed by Gkonly.info on July 07, 2018 Rating: 5

Very nice line जरुर पढ़ें

July 02, 2018
जरूर पढें plz 👌 very nice line

Very nice line
Very nice line


🌹एक दिन चिड़िया बोली - मुझे छोड़ कर कभी उड़ तो नहीं जाओगे❣

🌹चिड़ा ने कहा - उड़
जाऊं तो तुम पकड़ लेना.❣

🌹चिड़िया-मैं तुम्हें पकड़
तो सकती हूँ,
पर फिर पा तो नहीं सकती...❣

🌹यह सुन चिड़े की आँखों में आंसू आ गए और उसने अपने पंख तोड़ दिए और बोला अब हम
हमेशा साथ रहेंगे,❣

🌹लेकिन एक दिन जोर से तूफान आया,
चिड़िया उड़ने लगी तभी चिड़ा बोला तुम उड़
जाओ मैं नहीं उड़ सकता..❣

🌹चिड़िया- अच्छा अपना ख्याल रखना, कहकर
उड़ गई !❣

🌹जब तूफान थमा और चिड़िया वापस
आई तो उसने देखा की चिड़ा मर चुका था❣
❣और एक डाली पर लिखा था...❣

✍काश तुम एक बार तो कहती कि मैं तुम्हें नहीं छोड़ सकती""❣
🌹तो शायद मैं तूफ़ान आने से
पहले नहीं मरता❣ज़िन्दगी के पाँच सच ~
सच नं. 1 -:🌹
माँ के सिवा कोई वफादार नही हो सकता…!!!❣
────────────────────────
सच नं. 2 -:🌹
गरीब का कोई दोस्त नही हो सकता…!!❣
────────────────────────
सच नं. 3 -:🌹
आज भी लोग अच्छी सोच को नही,
अच्छी सूरत को तरजीह देते हैं…!!!❣
────────────────────────
सच नं. 4 -:🌹
इज्जत सिर्फ पैसे की है, इंसान की नही…!!!❣
────────────────────────
सच न. 5 -:🌹
जिस शख्स को अपना खास समझो….
अधिकतर वही शख्स दुख दर्द देता है…❣

🌹❣❣🌹
          गीता में लिखा है कि....... 

✍अगर कोई इन्सान
बहुत हंसता है , तो अंदर से वो बहुत अकेला है❣

🌹अगर कोई इन्सान बहुत सोता है , तो अंदर से
वो बहुत उदास है❣

✍अगर कोई इन्सान खुद को बहुत मजबूत दिखाता है और रोता नही , तो वो
अंदर से बहुत कमजोर है❣

✍अगर कोई जरा जरा सी
बात पर रो देता है तो वो बहुत मासूम और नाजुक दिल का है❣

✍अगर कोई हर बात पर
नाराज़ हो जाता है तो वो अंदर से बहुत अकेला
और जिन्दगी में प्यार की कमी महसूस करता है❣

🌹लोगों को समझने की कोशिश कीजिये ,जिन्दगी किसी का इंतज़ार नही करती ,❣
❣लोगों को एहसास कराइए की वो आप के लिए कितने खास है सर...❣

1🌹. अगर जींदगी मे कुछ पाना हो तो,,, तरीके बदलो....., ईरादे नही..❣

2🌹. जब सड़क पर बारात नाच रही हो तो हॉर्न मार-मार के परेशान ना हो...... गाडी से उतरकर थोड़ा नाच लें..., मन शान्त होगा।
टाइम तो उतना लगना ही है..❣

3🌹. इस कलयुग में रूपया चाहे कितना भी गिर जाए, इतना कभी नहीं गिर पायेगा, जितना रूपये के लिए इंसान गिर चूका है...❣

🌹❣सत्य वचन❣🌹

4🌹. रास्ते में अगर मंदिर देखो तो,,, प्रार्थना नहीं करो तो चलेगा . . पर रास्ते में एम्बुलेंस मिले तब प्रार्थना जरूर करना,,, शायद कोई
जिन्दगी बच जाये.....❣

5🌹. जिसके पास उम्मीद हैं, वो लाख बार हार के भी, नही हार सकता..❣

6🌹. बादाम खाने से उतनी अक्ल नहीं आती...
जितनी धोखा खाने से आती है...❣

7🌹. एक बहुत अच्छी बात जो जिन्दगी भर याद रखिये,,, आप का खुश रहना ही आप का बुरा चाहने वालों के लिए सबसे बड़ी सजा है....❣

8🌹. खुबसूरत लोग हमेशा अच्छे नहीं होते, अच्छे लोग हमेशा खूबसूरत नहीं होते...❣

9🌹. रिश्ते और रास्ते एक ही सिक्के के दो पहलु हैं... कभी रिश्ते निभाते निभाते रास्ते खो जाते हैं,,, और कभी रास्तो पर चलते चलते रिश्ते बन जाते हैं...❣

10🌹. बेहतरीन इंसान अपनी मीठी जुबान से ही जाना जाता है,,,, वरना अच्छी बातें तो दीवारों पर भी लिखी होती है...❣

11🌹. दुनिया में कोई काम "impossible" नहीं,,, बस होसला और मेहनत की जरूरत है...❣

🌷 अपने सभी दोस्तो को सेन्ड करे वरना ,🌷
🌷 🌷ये मेसेज आपके लिये फिजूल है
Very nice line जरुर पढ़ें Very nice line जरुर पढ़ें Reviewed by Gkonly.info on July 02, 2018 Rating: 5

सभी पार्टनर के लिए अच्छा संभोग कितनी देर का होना चाहिए।

June 29, 2018
दोस्तों पुरुषों के मन में हमेशा से हीं ये सवाल बने रहते हैं की वो अपने लव पार्टनर को पूरी तरह से संतुष्ट करने में सछम हैं या नहीं। क्यों की इस दुनिया में जितने भी पुरुष हैं वो संभोग को ले कर अलग अलग राय रखते हैं। इसलिए हर किसी के मन में समय को लेकर चिंता बना रहता हैं। आज इसी संदर्भ में अमेरिका के नेशनल इंस्टीट्यूट और हेल्थ डिपार्ट्मेन्ट की और से किये गए एक शोध के अनुसार ये जानने की कोशिश करेंगे की अच्छा संभोग कितनी देर का होना चाहिए जो महिला और पुरुष दोनों के लिए ज़रूरी और अच्छा हो। तो आइये जानते हैं विस्तार से पार्टनर के लिए अच्छा संभोग कितनी देर का होना चाहिए।

पार्टनर के लिए अच्छा संभोग कितनी देर का होना चाहिए।
पार्टनर के लिए अच्छा संभोग कितनी देर का होना चाहिए।

1 .अमेरिका के नेशनल इंस्टीट्यूट और हेल्थ डिपार्ट्मेन्ट की और से किये गए एक शोध में अमेरिका तथा कनाडा के कई डॉक्टर शामिल हुए और संभोग की सही अवधि के बारे में रोचक बातें बताई। इस शोध में शामिल डॉक्टरों का मानना था की पार्टनर के साथ संभोग की अवधि पार्टनर के मूड और प्यार पर निर्भर करता हैं।

2 .हांलाकि डॉक्टरों ने ये भी बताया की अगर आप अपने पार्टनर के साथ तीन मिनट तक संभोग करने में सछम हैं तो यह संभोग अच्छा माना जाता हैं। आपको चिंता करने की की कोई ज़रूरत नहीं हैं।लेकिन अगर आप तीन मिनट से पहले हीं स्खलित हो जाते हैं तो यह आपके लिए चिंता का विषय हो सकता हैं।

3 .इस शोध के दौरान डॉक्टर का इशारा साफ था की अगर आपके और आपके बीच पार्टनर के बीच गहरा प्रेम संबंध हैं तो ये आपके ऊपर निर्भर करता हैं की आपके लिए अच्छा संभोग कितनी देर का होनी चाहिए। ऐसे इस शोध में शामिल कनाडा के डॉक्टर कहते हैं की 3 से 7 मिनट का संभोग सामान्य श्रेणी का संभोग होता हैं।

4 .डॉक्टरों के टीम ने ये भी बात कहीं की संभोग की समय सीमा व्यक्ति के स्वास्थ पर भी निर्भर करता हैं। जिनका स्वास्थ अच्छा होता हैं और जो लोग शारीरिक रूप से फिट रहते हैं उनका समय सीमा 7 से 10 मिनट तक भी हो सकता हैं। लेकिन अगर इससे भी अधिक होता हैं तो ये भी इंसान के शरीर के लिए अच्छा साबित नहीं होता हैं।

5 .इस शोध में अमेरिका के नेशनल इंस्टीट्यूट और हेल्थ डिपार्ट्मेन्ट में हर उम्र के लगभग 876 लोगों को शामिल किया गया था और उन पर कई तरह के मेडिकल टेस्ट भी किये गए थे जिसके बाद डॉक्टरों की टीम ने संभोग के समय सीमा के लिए यह बात कहीं। लेकिन लोगों के मन में अभी भी यह सवाल बना रह गया की पार्टनर के लिए अच्छा संभोग कितनी देर का होना चाहिए।
सभी पार्टनर के लिए अच्छा संभोग कितनी देर का होना चाहिए। सभी पार्टनर के लिए अच्छा संभोग कितनी देर का होना चाहिए। Reviewed by Gkonly.info on June 29, 2018 Rating: 5

21 jun international yoga day babate maheshana jilla yog paripatra

June 18, 2018
21 jun international yoga day babate maheshana jilla yog paripatra.Yog day par aap kon kon  se yog karna he iske liye maheshana yoga committee ek list banaya he.

International Yoga Day is celebrated on the 21st of June each year. It was Prime Minister, Narendra Modi who gave the proposal to observe this day as International Yoga Day. Practicing yoga is one of the ways to grow into a better human being with a sharp mind, a good heart and a relaxed soul.
Yoga is known for its amazing health benefits. International Yoga Day, celebrated on the 21st of June each year ever since its inception in 2015, is a great effort to emphasize the importance of inculcating this ancient Indian art in our lives. Here are essays on International Yoga Day of varying lengths to help you with the topic in your exam. You can select any International Yoga Day essay as per your need.

Yog day par aap kon kon  se yog karna he iske liye maheshana yoga committee ek list banaya he.

Yoga ke list dekhane ke liye aap click kare..

1st latter click here.दुसरी images देखने के लिए 👇👇 
            2st latter click here .

21 jun international yoga day babate maheshana jilla yog paripatra 21 jun international yoga day babate maheshana jilla yog paripatra Reviewed by Gkonly.info on June 18, 2018 Rating: 5

21 માર્ચ- વિશ્વ વન દિન world Forrest day

March 20, 2018
ભગવાન આપણી બધી ઈચ્છા તુરંતજ પૂરી નથી કરતા, પરંતુ તે આપણી બધી ભૂલોની સજા પણ તુરંતજ નથી આપતા. Vishva van divas 21 march by gkonly.info

21 માર્ચ- વિશ્વ વન દિન world Forrest day


દર વર્ષે માર્ચ ૨૧નાં રોજ આખા વિશ્વમાં વિશ્વ વન દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય વનો દ્વારા મળતા અગણિત લાભો,પેદાશો અને ઉપકારોને યાદ કરી તેનું ઋણ ચૂકવવાનો છે. વનોને કઇ રીતે જાળવવા જોઇએ તથા તેને નુકશાન પહોંચાડ્યા સિવાય તેનું આયોજન અને વ્યવસ્થાપન કઇ રીતે કરવું જોઇએ કે જેથી અત્યાર સુધી મળતા ફાયદાઓ ભવિષ્યમાં પણ મેળવી શકાય તે અંગેની જાગૃતિ આ દિવસે ફેલાવવામાં આવે છે.

ઇ.સ. ૧૯૭૧ માં મળેલી ૨૩મી "યુરોપિયન કોન્ફેડરેશન ઓફ એગ્રીકલ્ચર" ની સામાન્ય સભામાં આ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. જેને "યુનાઇટેડ નેશન્સ ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન" (Food and Agriculture Organization) દ્વારા પણ સહકાર મળ્યો.

નવેમ્બર ૨૦૦૫માં "ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO)" (Food and Agriculture Organization) એ જાહેર કરેલ યાદી મુજબ વિશ્વમાં દર મીનીટે ૨૫ હેક્ટર એટલેકે ૩૬ ફુટબોલ મેદાન જેટલા કુદરતી વનોનો નાશ થઇ રહ્યો છે. જો આ જ ઝડપે વનોનો નાશ થવાનો ચાલુ રહેશેતો કદાચ એક દિવસ પૃથ્વી વનવિહોણી બની જશે.gkonly.info par aap padh rahe ho. ભારતનાં સંદર્ભમાં જોઇએ તો વૈજ્ઞાનિકોના મતે ઓછામાં ઓછી ૩૩% જમીન વનવિસ્તાર ધરાવતી હોવી જોઇએ,જેની સામે આજે ફક્ત ૧૨% જમીન વનવિસ્તાર ધરાવે છે.આથી આપણે ફક્ત વનોને બચાવવાનાંજ નથી પરંતુ વનવિસ્તાર પણ વધારવાની જરૂર છે

પૂર્વભૂમિકા :-ઔદ્યોગિક ક્રાંતિ પછી વિશ્વના પર્યાવરણમાં ઘણા બધા  ફેરફારો થયા છે. પ્રદુષણ એક સમસ્યા બની ગઈ છે. હજારો વર્ષ પેહલા માણસ પ્રકૃતિના ખોળે જીવતો. પ્રકૃતિ સાથે એનું જીવન જોડાયેલું હતું. આજે માણસ પ્રકૃતિથી વિખોટો પડી ગયો હોય એવું લાગે છે. વન પણ પ્રકૃતિનો એક ભાગ છે.

વિશ્વ વન દીન :-1972થી 21 માર્ચે વિશ્વ વન દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય વિષવવૃત ઉપર આવે છે. અને વિશ્વમાં દિવસ અને રાત્રીનો સમય એક સરખો હોય છે. વસંતનું આગમન થાય છે. આ દિવસનો આરંભ અને અંત જમીન, જ્યોત અને શિક્ષણને વરેલી આપણી સંસ્કૃતિએ વૃક્ષ ઉછેરને આપણા જીવનનો અભિન્ન અંગ તરીકે લેખાવી તેનો મહિમા ગાયો છે. વિજ્ઞાન માનવીમાં વિકાસનું માધ્યમ છે, પરંતુ વૈજ્ઞાનિક મર્મને પરખ્યા વિના પ્રકૃતિનું સતત શોષણ કરી બ્રહ્મમાંડને આંબી જવાના મિથ્યાભિમાની માનસને કારણે વનોની સમૃદ્ધિ અને સમતુલા જોખમાય છે.

ભારત અને જંગલો :-     ભારતની સૌથી મૂલ્યવાન કુદરતી સંપતિઓમાં તેના ભવ્ય વનોનો સમાવેશ થાય છે  ભારતમાં જંગલોનો વિસ્તાર ૬૭૧.૫ લાખ હેક્ટર છે, જે દેશના કુલ ભૌગોલિક વિસ્તારના લગભગ 23 ટકા જેટલો થાય છે
     ભારતમાં આબોહવાની પરિસ્થિતિઓના તફાવતને કારણે, જમીનોના પ્રકારોને કારણે અને જમીન રૂપરેખાના કારણે પ્રદેશે-પ્રદેશે અલગ પડતા જંગલો અને કુદરતી વનસ્પતિના અનેક પ્રકારો ધરાવે છે.

ભારતમાં જંગલોના પ્રકારો
 1. ઉષ્ણકટિબંધીય લીલા જંગલો
 2. ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો
 3. સૂકા કાંટાળા જંગલો
 4. ભરતી-ઓટના જંગલો
 5. હિમાલય ક્ષેત્રના ડુંગરાળ જંગલો
     ગુજરાતમાં કુલ જમીનના 10 ટકા જેટલા વિસ્તારમાં જંગલો આવેલા છે.


વિશ્વ વન દિને કરી શકાય તેવી પ્રવૃતિઓ
● શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવો
● વૃક્ષોનું મહત્વ દર્શાવતા સુવાક્યો લખવા દા. ત. વૃક્ષ વાવો વરસાદ લાવો
●ગુજરાતમાં થતા વિશિષ્ટ વૃક્ષોની માહિતી આપવી જે નીચે આપેલ છે.
● ભીતપત્ર પર માહિતી મુકવી.
● પ્રાર્થનામાં પણ માહિતી આપી શકાય.

ગુજરાત રાજ્યમાં વિશિષ્ટતા ધરાવતા વૃક્ષોઆમળા :- નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામે શ્રીમતી ડાહીબેન રાવજીભાઈ પટેલના ખેતરમાં આવેલું આમળાનું વૃક્ષ ભારત દેશનું સૌથી મોટું વૃક્ષ હોવાથી સને 1997નાં વર્ષમાં 'મહાવૃક્ષ' જાહેર થયેલ છે. ભારત સરકારના વન પર્યાવરણ મંત્રાલય દ્વારા ₹ 25 હજારનો પુરુસ્કાર તથા પ્રશસ્તિપત્ર આ વૃક્ષને મળેલ છે. આ વૃક્ષના ફળ 4 થી 5 સે.મી. જેટલા વ્યસનાં થાય છે. દર વર્ષે 500 થી 600 કિલોગ્રામ આમળાના ફળ આ વૃક્ષ આપે છે.લીંબળો :- મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના લુણવા ગામે શ્રી મુન્સફખાન પઠાણના ખેતરની બાજુમાં આવેલી મીરાં સૈયદઅલી દાતારની દરગાહ પાસે આવેલા લીમળાના વૃક્ષને 1996માં 'મહાવૃક્ષ' પુરુસ્કાર મળેલ છે. આ વૃક્ષનો ઘેરાવો 5.21 મીટર છે.

આંબો :- આંબાનું એક વિશિષ્ટ વૃક્ષ ઉમરગામ તાલુકાના સંજાણ ગામે આવેલું છે. જેની ઉંમર 1300 વર્ષ જેટલી છે.

વડ :- સુરતમાં તાપી નદીના કાંઠે અશ્વિનીકુમાર સ્મશાન ગૃહમાં આવેલું અશ્વિની વડ, ભરૂચ જિલ્લાના નદી કાંઠે આવેલું કબીરવળ.

કણજી :- આ વૃક્ષ જાંબુઘોડાથી 15 કી.મી. ના અંતરે સંખેડાના ઝંડ ગામે 'ઝંડ હનુમાનજી' ના મંદિર તથા 'ભીમની ઘંટી' પાસે આવેલું છે.

ચેર :- ચેરના વૃક્ષ દરિયાકિનારે ઉગે છે. ભુજથી આશરે 60 કી.મી. દૂર લોડાય ગામની નજીક શ્રાવણ કાવાડીયા નામની ધાર્મિક જગ્યા આવેલી છે. આ સ્થળ દરિયાકિનારા થી દૂર હોવા છતાં ત્યાં ચેરના વૃક્ષી અસ્તિત્વ ધરાવે છે. તેથી આ સ્થળે ભૂતકાળમાં દરિયો કે ખાડી હોવાની શક્યતા દર્શાવે છે

પીળો કેસૂડો (ખાખરો) :- કેસરી રંગવાળા કેસૂડાં રાજ્યમાં સર્વત્ર જોવા મળે છે. પરંતુ સફેદ કે પીળા ફુલોવાળો કેસૂડો ભાગ્યેજ જોવા મળે છે. ગીરના જંગલોમાં ઝાંખીયા વિસ્તારમાં અને સાબરકાંઠાના વિજયનગર વિસ્તારમાં પીળા કેસુડાના અમુક વૃક્ષો જોવા મળે છે

21 March Vishva Van Divas -આંતરરાષ્ટ્રીય વન દિવસ
દર વર્ષે માર્ચ ૨૧નાં રોજ આખા વિશ્વમાં વિશ્વ વન દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય વનો દ્વારા મળતા અગણિત લાભો,પેદાશો અને ઉપકારોને યાદ કરી તેનું ઋણ ચૂકવવાનો છે. વનોને કઇ રીતે જાળવવા જોઇએ તથા તેને નુકશાન પહોંચાડ્યા સિવાય તેનું આયોજન અને વ્યવસ્થાપન કઇ રીતે કરવું જોઇએ કે જેથી અત્યાર સુધી મળતા ફાયદાઓ ભવિષ્યમાં પણ મેળવી શકાય તે અંગેની જાગૃતિ આ દિવસે ફેલાવવામાં આવે છે.
21 માર્ચ- વિશ્વ વન દિન world Forrest day 21 માર્ચ- વિશ્વ વન દિન world Forrest day Reviewed by Gkonly.info on March 20, 2018 Rating: 5

World sparrows day full details in gujarati

March 20, 2018
20 માર્ચ 2010 ને સહુ પ્રથમ વખત ‘વર્લ્ડ હાઉસ સ્પેરો ડે’ તરીકે ઉજવવામાં આવ્યો. આપણને એમ થાય કે ભલા ચકલાના તે કાંય દિવસ ઉજવવાના હોય ? ચકલીમાં તે વળી નવું શું છે ?
World sparrows day full details


ચકલાં, ચકલી, ચકીબેન કે ‘હાઉસ સ્પેરો’ એ ફક્ત આપણાં દેશનું જ નહીં પણ વિશ્વભરમાં સૌથી વધુ જોવા મળતું અને માનવ વસ્તી સાથે હળી-ભળી ગયેલું સૌથી સામાન્ય પક્ષી. એક સમયે વિશ્વનું સૌથી સામાન્ય અને ટોળાબંધ જોવા મળતું આ નાનકડું પંખી આજે જીવન સંઘર્ષ માટે ઝઝુમી રહ્યું છે અને કમનસીબે હારી રહ્યું છે ! વિશ્વભરમાં અને ખાસ કરીને ભારતમાં પણ ચકલીઓની સંખ્યા ખૂબ ઝડપથી ઘટી રહી છે. જો તેમેને બચાવવા માટે આપણે કંઈ નહીં કરીએ તો આ ચકલીઓ ખૂબ ઝડપથી સદાને માટે લુપ્ત થઈ જશે ! ચકલી કદમાં ભલે નાનકડું પંખી હોય પણ તેની વિશેષતાઓ ઘણી મોટી છે

20-March- *વિશ્વ ચકલી દિવસ*

21-March- *વિશ્વ વન દિવસ*

22-March- *વિશ્વ જળ દિવસ*

23-March- *શહિદ દિવસ*


24 March ટીબી દિવસ


Trick : *ચકલી , વન, માં પાણી, પીતા શહીદ થઈ*
કારણ કે ટીબી થયો હતો.
😄😄😄😃

Aavanari pedhi chakali joy sake te mate aatlu to jarur karo.

Please chakali mate ..
Share this post...

વર્તમાન સમયમાં ચકલીની સ્થિતિ અને આ ચકલીઓને બચાવવાં શું કરી શકાય તેના વિશે

વિગતવાર ગુજરાતીમાં માહિતી ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો

World sparrows day full details in gujarati World sparrows day full details in gujarati Reviewed by Gkonly.info on March 20, 2018 Rating: 5
Powered by Blogger.